*રાજ્ય સંઘ ને બદનામ કરવાનું કાવતરું*
ગુજરાત રાજ્યના એક શિક્ષક તરીકે બે બાજુ વિચારું તો શિક્ષકોને ગુમરાહ કરવા માટે કેવા કેવા હાથકંડા અપનાવાઈ રહ્યા છે એ જાણીને દુઃખ થાય છે.
ગુજરાત રાજ્ય પ્રા શિક્ષક સંઘ ધરણામાં જોડાવા માટે શિક્ષકોને કારણદર્શક નોટિસ આપે એ વાત મારા જેવા શિક્ષકના માન્યામાં નથી આવતી.
જો રાજ્ય સંઘને નોટિસ આપવી હોત તો 8 તારીખના કાર્યક્રમને સમર્થન આપનાર કપડવંજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘને પહેલા નોટિસ આપે.
રાજ્યસંઘને બદનામ કરવા માટે અને રાજ્યસંઘના શિક્ષકોને હતોત્સાહ કરવા માટે આ રાજ્યસંઘ વિરોધી તત્વએ આયોજન પૂર્વક ઘડેલું કાવતરું છે એમાં શંકાને સ્થાન નથી.
હું સૌ સારસ્વત મિત્રોને અપીલ કરું છું જૂની પેંશન યોજના લાગુ કરવા માટે સૌ પ્રથમ પહેલ કરી લડતના શ્રી ગણેશ કરનાર રાજ્ય પ્રા શિક્ષક સંઘ છે. આપણા જુના સંઘઠન પર શંકા કુશંકા રાખ્યા વિના આવો સૌ સાથે મળી સંઘને મજબૂત બનાવીએ.
હમણાં મહામંત્રીશ્રી સતીષભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાત થયા મુજબ આ લેટર સંઘ તરફથી લખવામાં આવ્યો નથી એવી સ્પષ્ટતા એમણે કરી છે, અને તેઓ પોતે આ મેટર માટે પોલીસ કેસ કરવા પોલીસ સ્ટેશને ગયા છે.
મિત્રો આપણી લડાઈ લાંબી છે, આવી અફવાઓથી દૂર રહી રાજ્યસંઘના કાર્યક્રમોને વધુ સફળ બનાવી આપણી એકતા દર્શવીએ.
પટ્ટી કાળી હોય કે કેસરી આપણા સૌનું એક જ લક્ષ્ય હોવું જોઈએ જૂની પેંશન યોજના લાગુ થાય.
રામનવમીના પવિત્ર દિવસે સંઘને તોડવાના કૃત્ય કરનારને ભગવાન ક્યારે માફ નહીં કરે એવી પ્રાર્થના સહ.
✒️પ્રમુખ મહામંત્રી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ
