આદિજાતિ વિકાસ વિભાગ
રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિઓના નિવાસી વિસ્તારો ના લક્ષિત વિકાસ માટે સક્રિયપણે આયોજન હાથ ધર્યુ છે. અનુસૂચિત જનજાતિઓ માટે સરકારની દરમિયાનગીરી માટેના લાંબા ગાળાના લક્ષ્યો છે.શિક્ષણ,આરોગ્ય સંભાળ અને આવક પેદા થાય તેવી બાબતોમાં આદિજાતીઓની પહોંચ વધે તે સુનિશ્ર્ચિત કરવુ. અને તે પ્રકારે તેમના જીવનધોરણમાં સુધારો લાવવો.
આદિજાતિ વિકાસ વિભાગ(TDD)ની રચના સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગની એક પાંખ તરીકે કરવામા આવી હતી પરંતુ હવે તે સ્વતંત્ર પણે કાર્યરત છે
આદિજાતી વિકાસ વિભાગના કાર્યોમા નીચેના સમાવેશ થાય છે :
અનુસૂચિત જનજાતીઓનો વિકાસ
સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના (ITDP)વિસ્તારનો વિકાસ.
આદિવાસી પેટા યોજના (TSP) પર દેખરેખ .
અનુસૂચિત જનજાતિઓ ઉપર થતા અત્યચારો રોકવા.
જ્ઞાતિ સંબંધિત મુદ્દાઓ પરત્વે કામ કરવુ.
સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગ નોકરીમા અનામત, આશ્રમ શાળાઓ સંબંધિત નીતી-નિર્ધારણ તેમજ વિચરતી જાતિઓ સંબંધિત મુદ્દાઓનુ કાર્ય હાથ ધરે છે. આદિજાતી વિસ્તારોનો વિકાસ કરવાની જવાબદારી કાર્યરત વિભાગોને સુપરત કરવામા આવી છે. જ્યારે આદિજાતી વસતિના હકો અને લાભો ની સંભાળ લેવાનુ કાર્ય મુખ્યત્વે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક રહેલુ છે.
પ્રજ્ઞા શિક્ષકો માટે ઉપયોગી મટીરિયલ ડાઉનલોડ માટે.:Click here
નવોદય વિદ્યાલય પરીક્ષા ઉપયોગી મટીરિયલ ડાઉનલોડ માટે: Click here
બદલીના નિયમોની સમજ વિડિયો ભાગ -1 : click here
બદલીના નિયમોની સમજ વિડિયો ભાગ -2 : click here
આઈટી જગતને PDFની ભેટ આપનારા શોધક ચાર્લ્સ ગેશ્કીનુ 81 વર્ષે નિધન
ઈન્ફર્મેશન ટેકનોલોજીની દુનિયામાં પીડીએફ(પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ) બહુ મહત્વની શોધ મનાય છે.પીડીએફ ના શોધક એવા 81 વર્ષીય ચાર્લ્સ ગેશ્કીનુ નિધન થયુ છે.
તેઓ સોફટવેર બનાવતી કંપની એડોબના સહ સ્થાપક પણ હતા.એડોબના સીઈઓ શાતનુ નારાયણે કંપનીના કર્મચારીઓને સંબોધીને કહ્યુ હતુ કે, ચાર્લ્સનુ નિધન ઈન્ફર્મેશન ટેકનોલોજી જગત માટે પણ મોટી ખોટ સમાન છે.તેઓ દાયકાઓ સુધી આક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે માર્ગદર્શક અને્ હીરો રહ્યા હતા.તેમણે બનાવેલા પરિવર્તનકારી સોફટવેરના કારણે કોમ્યુનિકેશનમાં ઘણો બદલાવ આવી ગયો હતો.
શાતનુ નારાયણે કહ્યુ હતુ કે, ચકે કંપનીમાં ઈન્વેશનને પ્રોત્સાહન આપ્યુ હતુ.જેના પગલે પીડીએફ, એક્રોબેટ અને ફોટોશોપ જેવા ક્રાંતિકારી સોફટવેર ડેવલપ થયા હતા.
