➡️ગામમાં શાળાની સ્થાપના કયા સંજોગોમાં અને કોનાં દ્વારા કરવામાં આવેલ.
➡️તેમાં અધ્યયન કરનાર શાળાના સ્થાપના સમયનાં વિદ્યાર્થીઓ જો હયાત હોય તો તેઓને બોલાવી સન્માન કરવું.
➡️ તેમનાં દ્વારા જે તે સમયે શાળા શરૂ કરી તેના સંસ્મરણો હાલનાં વિદ્યાર્થીઓ પાસે તાજાં કરાવવા.
➡️ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને સરકારમાં કે કોઈ ઉચા હોદ્દા પર હોય, રાષ્ટ્ર/રાજ્ય/ કક્ષાની સરકારી/ખાનગી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દો ધરાવતાં હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવા.
➡️શાળામાં શાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં બાળકોનાં પ્રવેશની વિગતોનો અભ્યાસ કરી નામાંકન ૧૦૦% તરફ જઈ રહ્યું છે, તેની વિગતો ગ્રામજનો સમક્ષ રજૂ કરવી.
➡️ શાળાનાં વિકાસમાં હાલમાં કઈ કઈ બાબતોની સુવિધાઓ ઉપલબ્ધ છે.તથા કઈ કઈ બાબતોની સુવિધા ઉપલબ્ધ કરાવવાની થાય છે તેનો વિકાસ પ્લાન ગ્રામજનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવો.
➡️શાળા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં શાળા છોડી ગયેલાં વિદ્યાર્થીઓનું વિશ્લેષણ કરવું.
➡️ જે બાળકો શાળમાં અભ્યાસ કરે છે તે તમામ બાળકો પૈકી જે તે ધોરણમાં પ્રથમ અને દ્વિતીય આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવું.........
➡️તા:૧૬-૦૩-૨૦૨૨નાં પરિપત્ર માટે : અહીં ક્લિક કરો.
