ડાબી બાજુએથી પ્રથમ શ્રી બાબુભાઈ પટેલ અને શ્રી મણીલાલ પટેલ
ખેરગામ તાલુકાના ખેલાડી નેશનલ સ્પર્ધામાં ઝળક્યા. 42મી નેશનલ માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધા ચૈન્નઈ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ મુકામે તા 27 /4/2022 થી1/5/2022 દરમિયાન યોજાઈ હતી.જેમા ખેરગામ તાલુકામાંથી શ્રી મણીલાલ લલ્લુભાઈ પટેલ (નિવૃત્ત શિક્ષક કુમાર શાળા ખેરગામ) તથા નાધઈ વાળી ફળિયાના વતની શ્રી બાબુભાઈ સામજીભાઈ પટેલે ભાગ લીધો હતો.જેમા બાબુભાઈ 800મી દોડમાં ત્રીજો નંબર મેળવી ગુજરાત નવસારી તથા ખેરગામ તાલુકાનું નામ નેશનલ કક્ષાએ ગુંજતું કર્યું હતું.
હવે પછી તેઓ ઈન્ટરનેશનલ લેવલે રમવા માટે જશે.





