પ્રતિ,
તાલુકા પ્રમુખ-મહામંત્રીશ્રી,
જિલ્લા હોદ્દેદારોશ્રી,
જિલ્લા કારોબારી સભ્યશ્રી,
તાલુકા હોદેદારશ્રી,
તાલુકા કારોબારી સભ્યશ્રી,
વુમન નેટવર્ક કમીટીના સભ્યશ્રીઓ
સારસ્વત ભાઈ-બહેનશ્રી,
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ,
નવસારી.
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા, ગાંધીનગરના ઉપક્રમે આજે તા.૦૯/૦૫/૨૦૨૨ ના ગુજરાત રાજ્યના નવી પેન્શન યોજના હેઠળ કામ કરતાં તમામ કર્મચારી ભાઈ-બહેનોના જૂના પેન્શનના હક માટે નવી પેન્શન યોજના રદ કરી તમામ કર્મચારી માટે જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા માટે યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં આપ સૌ નવસારી જિલ્લા વતી મોટી અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નવસારી જિલ્લાની કર્મચારી એકતાના દર્શન કરાવ્યા તે બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, નવસારી અને નવસારી સંયુક્ત કર્મચારી મોરચો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તેમજ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આગામી દિવસોમાં આપણી લડત માટે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે કોઈ આદેશ મળે તે આદેશ અનુસાર આપ સૌ આ હકની લડાઈમાં સૌપ્રથમ હાજર રહી લડતના પાયાના સૈનિક તરીકે અવિરત કામ કરતા રહો બસ એ જ વિનંતી સહ...
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ
નવસારી
નવસારી જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો
*હવે તો જૂની પેન્શન યોજના મેળવીને જ જંપીશું...કર્મચારી એકતા ઝિંદાબાદ.*

