વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત વુમન ટીચર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વાંસદા તાલુકાના દરેક ક્લસ્ટરનાં શિક્ષિકા બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ઉનાઈ ક્લસ્ટરની ટીમ બીજી વખત ટાઈટલ વિજેતા બની હતી.
આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ આવી રહી છે. રમતગમત ક્ષેત્રમાં પણ શિક્ષિકા બહેનો આજે પુરુષસમોવડી બની રહી છે. વાંસદા તાલુકાની શિક્ષિકા બહેનોએ પણ તેમનું કૌવત બતાવી નવસારી જિલ્લાની અન્ય શિક્ષિકા બહેનોને રમત ક્ષેત્રે આગળ આવવા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તમામ મહિલા ક્રિકેટરોને હાર્દિક અભિનંદન પાઠવે છે.


