નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા તા.૨૩/૦૬/૨૦૨૩ને શુક્રવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર ગુલાબભાઇ પટેલની અધ્યક્ષતામાં બી આર સી ભવન, વાંસદા તા.વાંસદા જિ.નવસારી ખાતે યોજાઈ હતી. જેમાં પ્રોસિડીંગ વંચાણે લઇ બહાલ રાખવા , અધિવેશન રામકથા ફાળાનો હિસાબ રજૂ કરવા, ૨૦૨૩-૨૪ ના વર્ષના સભાસદ લવાજમ બાબત, આંતરીક ઓડીટ કરવા બાબત, વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા બોલાવવા બાબત, પ્રશ્નોની ચર્ચા કરવા બાબત અને પ્રમુખ સ્થાને રજૂ થતા કામો જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જેમાં નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘનાં તેમજ જિલ્લાના તમામ ઘટક સંઘોના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.








