તારીખ :૨૪-૦૮-૨૦૨૩નાં દિને અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળામાં ધોરણ 3 થી 8 ના બાળકો નું વિજ્ઞાન વિષયને લગતા પ્રોજેક્ટ અને કૃતિઓનો પ્રદર્શન યોજાયુ. ગણદેવી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ અને એસએમસીના અધ્યક્ષ શ્રી મોહનભાઈ ના હસ્તે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને શાળામાં મહામંત્રી કુમારી સ્વસ્તી ટંડેલે પ્રદર્શનને રીબીન કાપીને ખુલ્લું મૂક્યુ. ધોરણ ત્રણ થી આઠ ના કુલ 60 જેટલા પ્રોજેક્ટ આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા બાળકો દ્વારા તૈયાર કરેલા આ પ્રોજેક્ટ નિહાળવા મોટી સંખ્યામાં વાલીઓ ગ્રામજનો અને કેન્દ્રમાં આવેલી શાળાઓના શિક્ષકો આવી શોભામાં અભિવૃદ્ધિ કરી.
વિજ્ઞાન શિક્ષક શ્રી સંજય સર તમામ પ્રોજેકટની માહિતી અને આયોજન કરી સરસ મજાનું પ્રદર્શન યોજ્યું. સૌ પ્રથમ વાર ધોરણ ૩ થી ૫ ના બાળકોને પણ સામેલ કરી એમનામાં રહેલી શક્તિઓને પણ બહાર લાવવાનો પ્રયાસ થયો. ધોરણ ત્રણ થી આઠ ના તમામ બાળકોએ ખૂબ જ સહજતાથી અને ઉત્સાહ સાથે પોતાની કૃતિઓનું નિદર્શન કરાવ્યું. માછીયાવાસણ શાળાના સ્ટાફ - બાળકો સાથે પ્રદર્શન નિહાળવા માટે આવ્યા. આચાર્યશ્રીએ તમામનો જાહેર આભાર પ્રગટ કર્યો. આમ શાળા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજી તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા છે.
નિર્ણાયક દેવલ ટંડેલ, ભાવેશ ખલાસી અને સંજયભાઈએ કૃતિઓનું મુલ્યાંકન કર્યું હતું.
















