ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સૂચના અનુસાર દરેક જિલ્લા અને તાલુકાઓમાં મહિલા નેટવર્ક કમિટીની રચના કરવાની સૂચના અનુસંધાને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાના બે મહિલા જિલ્લા પ્રતિનિધિઓની અને તાલુકાની કમિટીમાં ચેરમેન, વાઈસ ચેરમેન, સેક્રેટરી અને સભ્યોની નિમણુક કરવામાં આવી.
દરેક ક્ષેત્રમાં મહિલાઓને આરક્ષણ આપવામાં આવે છે. તો ગૂજરાત રાજ્ય પ્રાથમિક સંઘ શું કામ પાછળ પડે ? તેમણે પણ મહિલાઓની ભાગીદારી વધે એ હેતુસર કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો હતો જે આવકારદાયક છે. ખેરગામ તાલુકામાં ૨૪૧ શિક્ષકોમાં ૬૫% શિક્ષિકા બહેનો ફરજ બજાવે છે. અને ૩૫% શિક્ષક ભાઈઓ ફરજ બજાવે છે. હવે શિક્ષિકા બહેનોને પણ પોતે સંઘનો એક ભાગ છે.એવી લાગણી અનુભવી રહી છે.

