મહામંત્રીશ્રી તથા TPEO ખેરગામ: કિરીટભાઈ પટેલ
તથા તમામ હોદ્દેદારો
🙏શુભેચ્છકો🙏
કેળવણી નિરીક્ષકશ્રી : પ્રશાંતભાઈ પટેલ
બી. આર. સી. : અમ્રતભાઈ પટેલ
સી. આર. સી. : ભાવિકાબેન પટેલ
રાજ્યની શાળાઓમાં હયાત જર્જરિત વર્ગખંડોને ઉતારી પાડવાની કાર્યવાહી બાબત
અનુ-આધુનિક યુગ (૧૯૮૫-હાલ સુધી)
આધુનિક યુગની માનવીના આંતરમન પરની સાહિત્યરચનાઓ સામે આ યુગમાં બાહ્ય પરિબળો સર્જન પર મોટા પ્રમાણમાં અસર કરે છે. ૮૦ અને ૯૦ના દાયકામાં ભારત અને વિશ્વમાં દરેક ક્ષેત્રમાં મોટા પાયે ફેરફારો થયા અને સુદૃઢ થયેલા સંચાર માધ્યમોને કારણે તે દરેક ઘટનાઓની અસરો તમામ લોકો પર મોટા પ્રમાણમાં થવા લાગી. વધુમાં, આધુનિક યુગનું સાહિત્ય બહુ ઓછા સર્જકો ઊંડાણપૂર્વક સર્જી શક્યા હતા અને મોટાભાગના સર્જકો ઉપરછલ્લી રીતે આધુનિકવાદનું સાહિત્ય સર્જન કરતા હતા. આ તમામ પરિબળોને કારણે અનુ-આધુનિક યુગની શરુઆત થઈ.[૬૧] અનુ-આધુનિક યુગમાં સાહિત્યની સાથે સાથે સર્જકોમાં પણ નવો પ્રવાહ જોવા મળે છે જેમાં નારીજાગૃતિ, દલિત સાહિત્ય, માનવતાવાદ મુખ્ય છે.
પરિપત્ર માટે: અહીં ક્લિક કરો.
પરિશિષ્ટ - 1 અને 2 પ્રમાણપત્ર : અહીં ક્લિક કરો.
કવિતાના સાહિત્યક્ષેત્રમાં મુખ્ય સર્જન ગીત, ગઝલ અને હાઈકુનું સર્જન મુખ્ય છે. તેમાં મુખ્યત્વે હકારાત્મક અભિગમ સાથેના સર્જનો પ્રમુખ છે. રાજેશ વ્યાસ મિસ્કિન, અંકિત ત્રિવેદી, અનિલ ચાવડા અને અન્ય ઘણા કવિઓ આ ગાળાના સર્જકો છે. દલિત સાહિત્યની કવિતાઓમાં સમાજમાં અન્યાય પ્રત્યેનો રોષ, વેદના અને વિદ્રોહ જેવા વિષયો મુખ્ય છે. દલિત સર્જકોમાં હરીશ મંગલમ્, દલપત ચૌહાણ અને મંગળ રાઠોડ મુખ્ય ગણી શકાય.[૬૨] નાટકોમાં ઈતિહાસ અને ચરિત્ર પ્રમુખ વિષયો છે. પરંતુ, મુંબઈ ખાતે કેન્દ્રિત ગુજરાતી નાટકોની રંગભૂમિ બહોળા પ્રમાણમાં હળવાં અને હાસ્ય પ્રેરતાં નાટકો ભજવતી હોવાને કારણે સામાન્ય લોકોમાં તે વધુ લોકપ્રિય છે.[૬૩] નવલકથાઓમાં વાસ્તવિકતા સાથે સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સમકાલીન ઘટનાક્રમ મુખ્ય વિષયો છે. વધુમાં, સર્જકો વાચકોને ધ્યાનમાં રાખીને વધુ સર્જન કરે છે. જૉસેફ મેકવાન આ યુગના પ્રમુખ નવલકથાકાર હોવા સાથે દલિતોનું પણ આ સાહિત્યપ્રકારમાં પ્રતિનિધિત્વ કરે છે. દલિત સાહિત્યની નવલકથાઓ સામાજિક અન્યાય અને શોષણની વાત કરે છે. નવલકથા લેખનમાં વિનેશ અંતાણી, ધ્રુવ ભટ્ટ, યોગેશ જોષી જેવા લેખકો મુખ્ય છે.[૬૪] નવલિકાઓ સમકાલીન સામાજિક પ્રશ્નો, દલિત સમાજ અને સ્ત્રી-પુરુષ સંબંધો નારીવાદી સંદર્ભમાં મુખ્ય છે. આ સિવાય ચરિત્ર, નિબંધ, અનુવાદ અને વિવેચનનો પણ લગભગ આ જ દિશામાં વિકાસ થયો છે. નિબંધલેખનમાં અનિલ જોશી અને મણિલાલ હ. પટેલ સર્વોપરી સર્જક બનીને સામે આવ્યા.
સમય સાથે ગુજરાતી પ્રજા સમગ્ર વિશ્વમાં વસી છે અને તેણે વિદેશમાં ગુજરાતી સાહિત્યસર્જનમાં વિશેષ યોગદાન આપ્યું છે. આ સર્જકોએ ગુજરાતી સાહિત્યના સમકાલીન પ્રવાહ સાથેના સર્જનો ઉપરાંત જે તે સ્થળના સમકાલીન પ્રવાહો આધારિત સાહિત્ય રચીને અનોખું વૈવિધ્ય ઉભું કર્યું છે. અમેરિકા સ્થિત ગુજરાતી સાહિત્યકારો પ્રમુખ રીતે ત્યાંના પ્રવાહો અને લક્ષણોને અનુસરીને સર્જન કરે છે. પાકિસ્તાન સ્થિત ગુજરાતી સર્જકો સમકાલીન મુસ્લિમ સમાજ પર સર્જન કરે છે.બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ૧૯૭૭માં કરવામાં આવી જે ત્યાં ગુજરાતી સાહિત્ય સાથે ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસારનું કાર્ય કરે છે.
