ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી હરીશભાઈ પટેલ કે જેઓ ખેરગામ તાલુકામાં વધારાના ચાર્જમાં હતા. પરંતુ નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તરીકે કિરીટભાઈ પટેલની નિમણૂક થતાં આજે તેમને ચાર્જ સોંપવામાં આવ્યો.અને શ્રી હરીશભાઈ પટેલને વિદાય આપવામાં આવી. જેમાં સંઘનાં પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, ખજાનચીશ્રી પરેશભાઇ પટેલ, સહમંત્રીશ્રી શૈલેષભાઈ પટેલ,જિલ્લા સંઘનાં સહમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ,તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ અને સંઘનાં માજી પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી હાજર રહ્યા હતા.
