તા.-૧૧-૦૯-૨૦૨૨નાં દિને માંડવી નગરપાલિકા ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ પ્રેરિત મહારેલી યોજવામાં આવી.જેમાં દક્ષિણ ઝોનનાં ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,તાપી,ડાંગ જિલ્લાના કર્મચારીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જેમાં જૂની પેન્શન ચાલુ કરવા બાબત અને અન્ય માંગણીઓ બાબતે કર્મચારીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વાતાવરણના બફારામાં પણ બે - ત્રણ કિમી પગપાળા ચાલી કર્મચારીઓનો જુસ્સો જાળવી રાખ્યો હતો.










