તા ૫મી સપ્ટેમ્બર શિક્ષક દિન સમગ્ર દેશમાં ડો. રાધાકૃષ્ણનના જન્મ દિવસની યાદમાં ઉજવવામાં આવે છે. પૂર્વ પ્રાથમિકથી લઈ ઉચ્ચ વિદ્યાલયની સંસ્થાઓમાં આ દિવસે બાળકો દ્વારા શૈક્ષણિક કાર્ય કરી ભારત દેશના રાષ્ટ્રપતિ અને શિક્ષક ડો. રાધાકૃષ્ણનનો જન્મદિવસ ઉજવવામાં આવે છે.
૫ મી સપ્ટેમ્બરનાં દિને ઉપરોક્ત લેખ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમા છપાયો છે. જે શિક્ષક સમાજની સાથે-સાથે ડો. રાધાકૃષ્ણનના જન્મદિવસનુ પણ અપમાન કર્યું છે. આ દિવસે દેશ, રાજ્ય, જિલ્લા કક્ષાએ શિક્ષકોનું સન્માન કરી શૈક્ષણિક કાર્યમાં ઉત્સાહ લાવવાનું કામ થતું હોય છે. પરંતુ તેવામાં કેટલાક નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા ઉપરોકત લેખનાં જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવાઈ તેવી નવસારી જિલ્લાના તમામ શિક્ષકો વતી દરેક તાલુકા ઘટક સંઘ અને નવસારી જિલ્લા પ્રા.સંઘ દ્વારા માંગ ઉઠી છે.








