ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા યોજાયેલી મહારેલીમાં વિશાળ સંખ્યામાં કર્મચારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો..
Author -
SB KHERGAM
September 03, 2022
0
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાના નેજા હેઠળ નવસારી જિલ્લા સયુંકત કર્મચારી મોરચા હેઠળ વિશાળ સંખ્યામાં મહારેલી યોજાઇ.જેમાં નવસારી જિલ્લાના છ તાલુકાના મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.ત્યારબાદ જૂની પેન્શન સહિત 15 જેટલી કર્મચારીઓની માંગણી લઈને તારીખ 03-09-2022નાં દિને નવસારી નામદાર કલેકટરશ્રીને આવેદન આપવામાં આવ્યું.
હવે પછી 7મી તારીખે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના હોદ્દેદારોની સરકારશ્રી દ્વારા નિમાયેલ કમિટીના સભ્યો સાથે બેઠક મળનાર છે.જો તેમાં
કર્મચારીઓની માંગણી ન સંતોષાય તો આગામી દિવસોમાં વિશેષ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જે બાબતે નવસારી જિલ્લા પ્રાથમિક સંઘનાં પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ જણાવ્યું હતું.