નવસારી જિલ્લાના તમામ માધ્યમિક, પ્રાથમિક તથા તાપી જિલ્લાના સારસ્વત મિત્રો.... સૌને મારા નમસ્કાર..
મારા જીવનમાં આ અગાઉ ઘણાં મહત્વના અવસરો આવ્યા છે.અને હવે પછી પણ આવશે તે અવસરો માં નવસારી જિલ્લામાં સૌ પ્રથમ D.E.O તરીકે અને D.P.E.O તરીકે તથા તાપી જિલ્લામાં ઈનચાર્જ D.E.O તરીકે નો કાર્યકાળ અંત્યત મહત્વનો અને ચિરસ્મરણીય રહ્યો છે..
આ સમય દરમિયાન જીવન ને જોવા- જાણવા-માણવાની જુદી જ દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે... બંને જિલ્લામાં અભ્યાસ કરતા પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ ની તરેહ સાથે જોડી તેમના કલ્યાણ અને ઉત્કર્ષ કરી સામાજિક ઉત્થાન કરવાનું પૂણ્ય શાળી કાર્ય મારા હાથમાં ઈશ્ર્વર દ્વારા સોંપ્યું હોય એવી લાગણી અનુભવું છું..અને આ કાર્ય આપ સૌના સહકારથી મેં બખૂબી નિભાવ્યું છે..તેનો આનંદ છે..
વૃક્ષ એના ફળથી ઓળખાય છે, છોડ એના પર લાગતાં ફૂલ થી ઓળખાય છે.તેમ મારા કાર્ય ના સુગંધ ની સાચી ઓળખ આપ સૌ છો એ હું ભૂલતો નથી... મારા કાર્યકાળ દરમિયાન *મારા આત્માના ઊંડાણમાંથી જે અવાજ ઊઠે તેને અનુસર્યો છું..
માણસ માત્રમાં મર્યાદાઓ, ખામીઓ રહેવાની જ પરંતુ દરેક કાર્યમાં મારા પ્રાણ પૂર્યા છે.. ઈશ્ર્વર તરફથી પ્રાપ્ત મારામાં રહેલી શકિત ને ઓળખી તેનો લાભ જિલ્લાના શૈક્ષણિક ઉત્કર્ષ માટે કરવા પ્રયાસ કરેલ છે. મારા જીવન ના અમૂલ્ય દિવસો નવસારી તથા તાપી જિલ્લાના શિક્ષણાધિકારી તરીકે સમાજની શિક્ષણ માટે ની આશા- અપેક્ષા ને પરિપૂર્ણ કરવા પ્રયાસ કર્યો છે..
રાજ્યમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માં નવસારી/ તાપી જિલ્લા ને અગ્રેસર રાખવામાં આપ સૌનો ફાળો છે..તે માટે અભિનંદન પાઠવું છું..આ સ્થાન નિરંતર જાળવી રાખશો એવી આશા રાખું છું.. ....... નવતર અભિગમ પૈકી સારસ્વત સંવેદના નિધી અંતર્ગત નોકરી દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના કુટુંબીજનો ને આર્થિક નાણાકીય સહાય તરીકે લગભગ ૩૪ કર્મચારી મિત્રો ને ૬૦ લાખ જેટલી રકમ ની સહાય ચૂકવવા માટે દરેક સારસ્વત મિત્રો ની સંવેદના મહત્વની માનું છું.. "પસ્તી સે પુનરુત્થાન" દ્વારા દિવ્યાંગ તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લગભગ ૬૦,૦૦૦ નોટબુક વિતરણ ના ભગીરથ કાર્યમાં સમાજ અને શાળા નો સહકાર પ્રાપ્ત થયો છે. કોરોના સમયમાં જિલ્લામાં આરોગ્ય વિભાગ ને નવ લાખ રૂપિયા ની એમ્બ્યુલન્સ આપ સૌના સહકારથી સેવા માટે અર્પણ કરી સેવાકીય પ્રવૃત્તિ કરી છે.. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનાં બાળકો માં વિજ્ઞાન વિષય માં રસ અને રુચિ વધે અને પ્રસાર થાય, સમાજમાં અંધશ્રધ્ધા દુર થાય એવા હેતુથી "હરતી ફરતી સાયન્સ લેબોરેટરી" શરૂ કરવા જિલ્લા પંચાયત નો સહકાર પણ ભૂલી શકાય તેમ નથી. નવસારી/ તાપી જિલ્લા ના તમામ સારસ્વત મિત્રો મારા કાર્યમાં સતત પડખે ઉભા રહી ફરજ બજાવી છે.. કચેરી ના તમામ કર્મચારી મિત્રો એ જિલ્લા ના વહીવટી કાર્ય સત્વરે નિકાલ કરવામાં મદદરૂપ થયા છે. તમામ સામાજિક સંસ્થાઓ, પ્રિન્ટ મિડિયા નો પણ આભાર વ્યક્ત કરું છું..
શાળા એ માં સરસ્વતી નું મંદિર છે.. તેના આપ સૌ ઉપાસકો બની શિક્ષણ ની જ્યોત હંમેશા પ્રગટાવી રાખી માનવ સમાજ નું ઉત્તરદાયિત્વ અદા કરવામાં સફળતા પ્રાપ્ત થાય એવી દિવાળી પર્વ નિમિત્તે શુભેચ્છા...
સમગ્ર જિલ્લાના સારસ્વત મિત્રો નો સ્નેહ, પ્રેમ અને લાગણી જળવાય રહે એવી પ્રાર્થના અને વિક્રમ સવંત ૨૦૭૯ માં નવી આશાઓ પરિપૂર્ણ થાય, સૌના જીવનમાં આનંદ,સુખ, સમૃધ્ધિ અને શાંતિ લાવે એવી ભગવાન ને પ્રાર્થના.. સૌનું શુભ થાય એવી શુભકામના સહ...............
સૌજન્ય : શ્રી રોહિતકુમાર એમ.ચૌધરી
તથા પરીવારજનો.

