3/10/2022 ના રોજ ચીખલી તાલુકાના વાંઝરી ફળિયા પ્રાથમિક શાળામાંથી વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતા શિક્ષક રાજેશકુમાર રામભાઈ પટેલ નો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. તેમની 39 વર્ષની કારકિર્દીમાં શિક્ષકથી લઈ સી.આર.સી.કો ઓર્ડનેટરની ફરજ બહેજ કેન્દ્ર તા.ખેરગામમાં બજાવી હતી. ત્યાર બાદ વયમર્યાદાને કારણે ફરી શિક્ષક તરીકે ધેજ વાંઝરી ફળિયા પ્રા. શાળામાં નિમણૂક થઈ હતી. યોગાનુયોગ જે શાળામાંથી કારકિર્દીની પાપા પગલી ભરી હતી, તે જ શાળામાં 15 વર્ષ ફરજ બજાવી તે જ શાળામાંથી નિવૃત્ત થતા તેમણે ફરજ દરમિયાન શિક્ષકો ,વાલીઓના મળેલા સહકારને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ખેરગામ તાલુકા પ્રાથમિક સંઘ શ્રી રાજેશભાઈ પટેલનુ શેષ જીવન આરોગ્યમય, પારિવારિક સુખમય અને સામાજિક કાર્યે પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છા પાઠવે છે.








