જિલ્લા ફેર બદલીથી ખેરગામ તાલુકામાં આવેલ તમામ શિક્ષકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ હાર્દિક સ્વાગત કરે છે. તારીખ ૨૬-૦૭-૨૦૨૩નાં દિને જિલ્લાફેર સ્થળ પસંદગી કેમ્પમાં ભાષા વિષયનાં ચાર શિક્ષકો જામનપાડા પ્રા.શા. - વંદના કુમારી બી. પટેલ, પાણીખડક પ્રા.શા.- પૂર્વીબેન આર. પટેલ, પણંજ પ્રા.શા.- રશ્મિબેન બાબુભાઈ, તોરણવેરા પ્રા.શા.- દિલીપભાઈ ઝવેરભાઈ
સામાજીક વિજ્ઞાન વિષયમાં મિશન ફ પ્રા.શા. ખેરગામ. ખેરગામ-કિર્તીબેન શંકરભાઈ, ગવળા ફ.પ્રા.શા. - અજયભાઈ જે. પાડવી, શામળા ફ.પ્રા.શા. - શીતલબેન લલ્લુભાઈ, નડગધરી પ્રાથમિક શાળા - જયેશભાઈ ઠાકોર એમ ૮ શિક્ષકોએ ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં સ્થળ પસંદગી કરી હતી.
જ્યારે પ્રાથમિક વિભાગમાં તારીખ ૨૭-૦૭-૨૦૨૩નાં દિને ધોરણ ૧ થી ૫ ધોરણનાં જિલ્લા ફેર પસંદગી કેમ્પમાં લહેરાકા પ્રા.શામાં હિરેનભાઈ બાબુભાઈ પટેલ, મંદિર ફળિયા પ્રાથમિક શાળામાં મહેશ્વરીબેન દલપતસિંહ ચૌહાણ, ભારતીબેન માવજીભાઈ તથા ઉષાબેન ઉક્કડભાઈ પટેલ, રૂઝવણી પ્રાથમિક શાળામાં રાજેશકુમાર રમણલાલ પટેલ, તોરણવેરા પ્રાથમિક શાળામાં મહેન્દ્રભાઈ જગુભાઈ પટેલ તથા વિમલકુમાર ભગુભાઈ પટેલ,હનુમાન ફળિયા પાણીખડક પ્રાથમિક શાળામાં શારદાબેન રણછોડભાઈ પટેલ તથા નીતાબેન રાયસિંગ ભાઈ પટેલ, પોમાપાળ પ્રાથમિક શાળામાં ચિંતાબેન રવજીભાઈ પટેલ, વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળામાં કમલેશકુમાર ભગુભાઈ પટેલ, જામનપાડા પ્રાથમિક શાળામાં નીતાબેન બાલુભાઈ પટેલ, પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં નિલમકુમારી ભરતભાઈ પટેલ, સાવર ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં ભારતીબેન ભીખુભાઈ પટેલ, કન્યાશાળા ખેરગામમાં કૃપાલીબેન રાજેન્દ્રકુમાર પટેલ, આછવણી મુખ્ય પ્રાથમિક શાળામાં ઈન્દુબેન એમ. થોરાત, ઉપલી બેજઝરી પ્રાથમિક શાળામાં ઇલાક્ષીબેન ધીરુભાઈ પટેલ, વેણ ફળિયા પ્રાથમિક શાળામાં સંગીતાબેન ચંદુભાઈ પટેલ, કાકડવેરી પ્રાથમિક શાળામાં બિપીનભાઈ પોસલાભાઈ રાવત શિક્ષકોએ પસંદગી ઉતારી હતી. એમ પ્રાથમિક વિભાગમાં ૧૯ શિક્ષકોએ પસંદગી કરી હતી.
આ સ્થળ પસંદગી કેમ્પમાં શાળા પસંદગી કરેલ તમામ શિક્ષકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ હાર્દિક સ્વાગત કરે છે.
